“ચાર ૨સ્તા“
કોઇ,
એકાદ,
રસ્તા ઉપર,
છોડીને ગઇ હોત!,
તોય ઘણું,
પણ,
હવે હું,
કયાં જાઉં,
આ,
ચાર રસ્તા વચ્ચેથી ?
તારીખઃ ૨૨/૦૧/૨૦૦૯
*********************************************************************
“આકાશ-ધરતી“
વાત તો સાવ,
સાચી તારી,
તું- આકાશ,
હું-ધરતી,
પણ અલી,
જરા દુર,
નજરતો કરી હોત!,
આકાશ-ધરતી નું પણ,
મિલન થાયજ છે ને….
તારીખઃ ૨૨/૦૨/૨૦૦૯
- દીપક પરમાર (”દીપ”)
February 23, 2009 at 6:42 pm |
અરે દીપકભાઈ!
ક્યાંક મિલન જેવું જે દેખાય છે,એ ય ક્ષિતીજ નામે રૂપાળો ભ્રમ જ છે.
જો મિલન ભાગ્યમાં હોય તો જનારૂં જાય જ શું કામ?-એવું નહીં…!
February 24, 2009 at 1:59 am |
સરસ રચનાઓ છે.
હવે પછી મુકો ત્યારે લગરીક ધ્યાન દોરવા વીનંતી.
February 24, 2009 at 2:03 am |
Enjoyed the Posts ! See you on CHANDRAPUKAR !
http://www.chandrapukar.wordpress.com
February 24, 2009 at 10:31 am |
ટૂંકી અને ટચ્ચ, તમારી રચનાઓ ગમી, સુંદર છે.
February 24, 2009 at 1:46 pm |
જય શ્રીકૃષ્ણ દીપકભાઈ
હું તો કહીશ કે મહેશભાઈ આકાશ શું છે ધરાને અડીને જ અધ્ધર આકાશ જ છે પછી ક્ષિતિજ પાસે જવાની જરૂર જ ક્યાં રહે,બસ તેનો તો અહેસાસ જ હોય ને.
સરસ રચના
આપનો ડો.હિતેશ્.
sorry first one have spell mistake in address.see you on my blog too
http://drmanwish.wordpress.com/
February 27, 2009 at 1:48 pm |
મહેશ ભાઈ,
તામારી વાત પણ તન્દન સાચી છે, આકાશ-ધરતી નું મિલન ક્ષિતીજ રૂપી ભ્રમજ છે. પણ એક પ્રેમી માટે ભ્રમ શુ અને વાસ્તવિકતા શુ. હીતેશભાઈ ના શબ્દોમાં કહું તો એક અહેસાસ…
પણ, તમારી બીજી વાત સાથે હું જરા પણ સહેમત નથી, હુ ભગવાન અને ભાગ્ય મા માનતો નથી. આપણને જ્યારે પણ નિષ્ફળતા મળે છે, આપણે દોષનો ટોપલો ભગવાન અને ભાગ્ય ઉપર નાખી દઈએ છિએ, બાકી વાસ્તવિકતા એ છેકે આપણો વર્તમાન એ ભુતકાળમા આપણે લીધેલા નિર્ણયોનુ પરિણામ છે. જયારે આપણે આ છટકબારી બંધ કરી દઈશૂ બધુ અરિસાની જેમ ચોખ્ખું થઈ જશે…
March 1, 2009 at 10:11 pm |
aavi tunki rachna ane gazal lahkvaanu chalu rakhjo ame vanchta rahishu..daad aapta rahishu…ane halvi takor !!
March 2, 2009 at 3:38 am |
સરસ રજૂઆત.