હા! હું પતંગ છું.

રંગબેરંગી ઉંચા આકાશમાં,
આમ-તેમ ઝોલા ખાતો,
હા! હું પતંગ છું.

એક હાથથી બીજા હાથમાં,
શુક્ક્લના નામે પીંખવાતો,
હા! હું પતંગ છું.

બીજાના પેંચની રમતમાં,
આખરે હુંજ કપાતો,
હા! હું પતંગ છું.

રોડમાં,મેદાનમાં,ધાબામાં,
બસ! હુંજ લુંટાતો,
હા! હું પતંગ છું.

ના મન હોય મારું ઉડવામાં,
કુંચો કરી ખુણામાં ફેકાતો,
હા! હું પતંગ છું.

જીવનના છેલ્લા દીવસોમાં,
કોઈ ઝાડ કે તારમાં અટવાતો,
હા! હું પતંગ છું.

“દીપ”ને આ જગતમાં,
બસ! હુંજ સમદુઃખી લાગતો,
હા! હું પતંગ છું.

-દીપક પરમાર (“દીપ”)

તારીખઃ29/4/2007

 

Advertisements

તો ચાલશે?

આ દોડધામમાં, આ ધક્કામુક્કીમાં,
એકાદ ક્ષણ થાક ખાઈને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ રાડારાડમાં, આ બુમબરાડામાં,
એકાદ મધુર પંક્તી ગાઈને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ સંજોગો સાથેના તાલમેલમાં,
એકાદ તાલે ઝુમીને,
જો હું તને યાદ કરી લઉં,તો ચાલશે?

આ ફૂલો સમી કોમળ યાદોમાં,
એકાદ પાંખડી તોડીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ ભરઉંઘના સપનાઓમાં,
એકાદ પડખું ફરીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ હરદમ ધબકતા દીલમાં,
એકાદ ધબકારો ચુકીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

આ જીવનના અસીમ અંધારામાં,
એકાદ “દીપ” પ્રગટાવીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?

-દીપક પરમાર (“દીપ”)

તારીખઃ24/4/2007

તો ખબર પડે

ના પુછો મુજને, દુઃખ શુ છે?,
સુખ જો મળે મુજને,તો ખબર પડે,

ના પુછો મુજને,શાંતી શુ છે?,
કબ્ર જો મળે મુજને,તો ખબર પડે,

ના પુછો મુજને,નફરત શુ છે?,
પ્રેમ જો મળે મુજને,તો ખબર પડે,

ના પુછો મુજને,મંજીલ શુ છે?,
તુ! જો મળે મુજને,તો ખબર પડે,

ના પુછો મુજને,”દીપ” કોણ છે?,
પ્રગટાવેજો કોઇ મુજને,તો ખબર પડે,

-દીપક પરમાર (“દીપ”)

છેલ્લી મુલાકાત

કેટલી સરસ મુલાકાત હતી
જાણે કયામત ની રાત હતી

અમારી આંખો ને એમનો ઇંતજાર
ને એમનો પાછળથી કરેલો સાદ
આટલી તો સરસ શરુઆત હતી

ચાંદ, તારા અને પ્રાર્થનાનો સૂર
એમનો સંગાથ, ને ઝાંઝરનો ઝંકાર
જાણે આખી કાયનાત સાથ હતી

અમે તો બસ કહ્યાજ કર્યુ
એમણે તો બસ સાંભળ્યા જ!!
જાણે વર્ષોની કોઇ વાત હતી

ના કોઇ કોલ, ના કોઇ વાયદા
ના એમણે પુછયુ, ના અમે
આટલી તો સરસ રજુઆત હતી

નામ વગર નો રીશ્તો બાંધ્યો,
અને એને પુરી કરવાની પ્રતિજ્ઞા
આતો કેવી અમારી શાલીનતા હતી?

કોને જોઇએ છે જીદંગી ભરનો સાથ
“દીપ” તો જીવી ગયો એક પળમા
એમના સ્પર્શની તો કરામત હતી

‘હા’ કે ‘ના’ નો સવાલ જ કયા છે
જવાબ તો અમે જાણતાજ હતા
બસ,આ મારી છેલ્લી મુલાકાત હતી

“દીપ” – દીપક પરમાર