એ પ્રેમ છે…

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

-ડો.વિવેક મનહર ટેલર

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. ઊર્મિ
  ઓક્ટોબર 16, 2008 @ 00:07:59

  આ ગઝલનાં કવિ ડો.વિવેક મનહર ટેલર છે.

  જવાબ આપો

 2. deepak
  ડીસેમ્બર 02, 2008 @ 09:39:31

  I am really thankful to you “Urmi” bhai..

  i will change it….

  જવાબ આપો

 3. ડો.મહેશ રાવલ
  જાન્યુઆરી 12, 2009 @ 07:05:40

  અભિવ્યક્તિનો અલગ જ અંદાઝ અને ઊંડેથી આવતી ભીતરની વાત-ખૂબસુંદર ગઝલ બદલ કવિને સર્વાંગી અભિનંદન….!
  આ પંક્તિ વધુ ગમી..
  રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
  ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: