…દોસ્તો

અમે જ્યા જ્યા પણ કહાની અમારી શરું કરી, દોસ્તો,
અવગળી, વાત પોતાનીજ  લોકોએ  ધરી,  દોસ્તો,

હવે જવું તો વળી જવું ક્યાં? અને કહું તો વળી કહું શું હું?
ખુપાવી  ને  હલાવી  પીઠમાં  કોણે  છરી,  દોસ્તો ?

હંમેશા એકલો જીવ્યો છું ને જીવીશ આગળ પણ,
કરે  રાખે  ભલે  લોકો  હરઘડી  ઠેકડી,  દોસ્તો,

ફરે રાખ્યો અજાણી શોધમાં વરસો – વરસ  ત્યારે,
પડી ખબર મુંજને છેલ્લે, રસ્તોજ મજલ ખરી, દોસ્તો,

તુટ્યા લાખો અને તુંટશે પણ, ઉભો એજ કારણથી,
કહી જાય હરરાતે અવનવા સપના પરી, દોસ્તો,

બસ,  તુજ  પર  ઉપકાર  મળેલ  આ  દીવાનગીનો  એ,
ચલો જીવન સફળ થયું “દીપ”, કો’ક તો ઓળખ મળી, દોસ્તો,

છંદ વિધાનઃ લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા

– દીપક પરમાર ” દીપ” ( ૨૮/૦૬/૨૦૦૯ )

હવે તો છોડ મને…

હવે તો છોડ મને,
મને તું આઝાદ કર,

જો તો ખરા,
આ જંજીરો પણ કટાઈ ગઈ છે,
સાચુ કહું?…
હવે મારો દમ રુંધાય છે,
જેમ માતા નવ મહિના સુધી,
બાળકને ગર્ભમાં સાચવે,
એમ મે પણ તને,
વર્ષોથી…..સાચવ્યુજ છે ને?
હું તને હાથ જોડુ છું,
આ પ્રસવપીડા માથી મને મુક્ત કર…

જો તો ખરો,
આ ભવિષ્યનો સૂરજ,
કેવો પ્રકાશિત છે!
એના સોનેરી કિરણો,
જાણે બંને હાથ ફેલાવીને,
મને બોલાવી રહ્યા છે,
આ “દીપ” ને,
આ સૂરજમાં,
ભળી જવા દે…
ઓગળી જવા દે…

ઓ…………મારા લાડકવાયા – અતીત

હવે તો છોડ મને,
મને તું આઝાદ કર,

તારીખઃ ૬/૬/૨૦૦૯

– દીપક પરમાર (”દીપ”)