હવે તો છોડ મને…

હવે તો છોડ મને,
મને તું આઝાદ કર,

જો તો ખરા,
આ જંજીરો પણ કટાઈ ગઈ છે,
સાચુ કહું?…
હવે મારો દમ રુંધાય છે,
જેમ માતા નવ મહિના સુધી,
બાળકને ગર્ભમાં સાચવે,
એમ મે પણ તને,
વર્ષોથી…..સાચવ્યુજ છે ને?
હું તને હાથ જોડુ છું,
આ પ્રસવપીડા માથી મને મુક્ત કર…

જો તો ખરો,
આ ભવિષ્યનો સૂરજ,
કેવો પ્રકાશિત છે!
એના સોનેરી કિરણો,
જાણે બંને હાથ ફેલાવીને,
મને બોલાવી રહ્યા છે,
આ “દીપ” ને,
આ સૂરજમાં,
ભળી જવા દે…
ઓગળી જવા દે…

ઓ…………મારા લાડકવાયા – અતીત

હવે તો છોડ મને,
મને તું આઝાદ કર,

તારીખઃ ૬/૬/૨૦૦૯

– દીપક પરમાર (”દીપ”)

Advertisements

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. પંચમ શુક્લ
  જૂન 15, 2009 @ 10:49:59

  સરસ. લખતા રહો.

  જવાબ આપો

 2. વિવેક ટેલર
  જૂન 15, 2009 @ 12:02:27

  સુંદર રચના…

  જવાબ આપો

 3. vijay jogi
  જૂન 15, 2009 @ 12:07:08

  good deepak

  જવાબ આપો

 4. દક્ષેશ
  જૂન 15, 2009 @ 15:12:07

  ભાવ સરસ છે. થોડી ભાષાશુદ્ધિ તરફ ધ્યાન ખેંચું જેથી હજુ વધુ સારી રચનાઓ કરી શકો. મારા સૂચનને ટીકા ન ગણશો.

  વર્સોથી ને બદલે વર્ષોથી

  એની સોનેરી કિરણો,
  જાણે બન્ને હાથ ફેલાવીને,
  મને બોલાવી રહી છે,

  એ સૂરજને સંબોધી લખાયું હોવાથી

  જો તો ખરો,
  આ ભવિષ્યનો સૂરજ,
  કેવો પ્રકાશિત છે!
  એના સોનેરી કિરણો,
  જાણે બંને હાથ ફેલાવીને,
  મને બોલાવી રહ્યા છે,

  રચનાનો મધ્યવર્તી ભાવ સુંદર અને સ્પર્શે એવો છે. સર્જન ચાલુ રાખશો.

  જવાબ આપો

 5. Dilip Gajjar
  જૂન 15, 2009 @ 15:15:48

  સારું કાવ્ય છે..અતીત હવે તો છોડ મને….લખતા રહો દીપ, ઉર્મિઓના જલતા રહો

  જવાબ આપો

 6. munna Thakar
  જૂન 15, 2009 @ 16:11:53

  Hi, Nmaste… I am an NRI,love Gujarati sahitya. Good poem…& start to finish sounds like realistic approach. Please continue even though negative tone,

  Love,

  જવાબ આપો

 7. deepak parmar
  જૂન 16, 2009 @ 04:38:08

  દક્ષેશભાઈ,

  જો હું તમારા સુચન ને ટીકા ગણુ તો મારો વિકાસ જ અટકી જાય….

  બસ, આ રીતે મારી ભુલો તરફ ધ્યાન દોરવા નમ્ર વિંનતી,

  આપનો આભારી,
  દીપક પરમાર

  જવાબ આપો

 8. sapana
  જૂન 16, 2009 @ 19:36:21

  saras kavya Che lakhata raho ane amne maaNava do.
  saras bhavnapurn abhvaykti.

  Sapana

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: