…દોસ્તો

અમે જ્યા જ્યા પણ કહાની અમારી શરું કરી, દોસ્તો,
અવગળી, વાત પોતાનીજ  લોકોએ  ધરી,  દોસ્તો,

હવે જવું તો વળી જવું ક્યાં? અને કહું તો વળી કહું શું હું?
ખુપાવી  ને  હલાવી  પીઠમાં  કોણે  છરી,  દોસ્તો ?

હંમેશા એકલો જીવ્યો છું ને જીવીશ આગળ પણ,
કરે  રાખે  ભલે  લોકો  હરઘડી  ઠેકડી,  દોસ્તો,

ફરે રાખ્યો અજાણી શોધમાં વરસો – વરસ  ત્યારે,
પડી ખબર મુંજને છેલ્લે, રસ્તોજ મજલ ખરી, દોસ્તો,

તુટ્યા લાખો અને તુંટશે પણ, ઉભો એજ કારણથી,
કહી જાય હરરાતે અવનવા સપના પરી, દોસ્તો,

બસ,  તુજ  પર  ઉપકાર  મળેલ  આ  દીવાનગીનો  એ,
ચલો જીવન સફળ થયું “દીપ”, કો’ક તો ઓળખ મળી, દોસ્તો,

છંદ વિધાનઃ લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા

– દીપક પરમાર ” દીપ” ( ૨૮/૦૬/૨૦૦૯ )

Advertisements

20 ટિપ્પણીઓ (+add yours?)

 1. વિવેક ટેલર
  જૂન 29, 2009 @ 06:53:35

  સારો પ્રયાસ પણ છંદ ખૂબ જ શિથિલ…

  જવાબ આપો

 2. Amit
  જૂન 29, 2009 @ 08:24:41

  Too Good yar…Awesome….

  જવાબ આપો

 3. Tejas Shah
  જૂન 29, 2009 @ 09:42:10

  સુંદર ગઝલ બની છે. મક્તાની રચના મને ઘણી ગમી. અભિનંદન!

  જવાબ આપો

 4. sudhir patel
  જૂન 29, 2009 @ 12:11:19

  સારો પ્રયત્ન છે, પરંતુ હજી વધુ મહેનત જરૂરી છે.

  છંદ પર વધુ ધ્યાન આપશો. છંદ લગાગાગા, લગાગાગા, લગાગાગા, લગાગાગા જણાય છે.

  સુધીર પટેલ.

  જવાબ આપો

 5. DR. CHANDRAVADAN MISTRY
  જૂન 29, 2009 @ 13:02:17

  બસ, તુજ પર ઉપકાર મળેલ આ દીવાનગીનો એ,
  ચલો જીવન સફળ થયું “દીપ”, કો’ક તો ઓળખ મળી, દોસ્તો,….Nice ending
  Chandravadan ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

  જવાબ આપો

 6. KAVI
  જૂન 29, 2009 @ 14:55:48

  All sher of the Gazal are not according to the meter mentioned under the Gazal

  જવાબ આપો

 7. Dharmesh
  જૂન 30, 2009 @ 05:07:19

  Awesome man…..keep it up 🙂

  જવાબ આપો

 8. પ્રવિણ કે.શ્રીમાળી
  જૂન 30, 2009 @ 13:37:56

  આદરણીય
  તમારો બ્લોગ વાંચ્યો. સરસ બ્લોગ છે, વાંચીને ખુબ આનંદ થયો.
  તમે સારું લખી જાણો છો.

  તમારી અભિવ્ય્કિત સરસ અને સરલ છે.
  હું તમને મારા બ્લોગને વાંચવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છો. તો આપ મારા આ બંને બ્લોગો એક્વાર જરુરથી વાંચશો.
  – અને હા, આપણાં કિંમતી અભિપ્રાયો આપવાનું ભુલતાં નહીં !!

  ૧. યુવા રોજગાર
  http://yuvarojagar.gujaratiblogs.com

  આ બ્લોગ કંઇક નવું જ પીરસ્સે જેવું કે નૌકરી, કેરિયર, અભ્યાસ,
  એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યું ટીપ્સ, યુવા સમસ્યાઓ ને વાચા
  આપવા ની સાથે સાથે ભરતી ના ફોર્મ પણ ખરાજ. યુવાનો ને નવી દિશા, નવો રાહ
  આપશે મારું યુવા રોજગાર .સાથે-સાથે યુવા રોજગાર એક યુવા ઝુંબેશ ચાલું કરી
  રહ્યું છે, જેમાં ભારત ના માત્ર યુવાનો જ નહીં પરંતુ દરેક નાગરિકે તેમાં
  સ્વેચ્છાએ જોડાવા નું છે. આ યુવા ઝુંબેશ શું છે ? એ તો આપ યુવા રોજગાર
  કલિક કરશો ત્યારે જ સમજાશે .સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો
  રસાસ્વાદ ‘મહેફિલ’ માં અને ‘હાસ્ય” નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં
  માણશો.અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.
  યુવા રોજગાર યુવાનો નો આવાજ. ધ વોઈસ ઓફ યંગસ્ટરસ

  ૨. કલમ પ્રસાદી
  http://kalamprasadi.blogspot.com

  જવાબ આપો

 9. deepak parmar
  જુલાઈ 01, 2009 @ 07:41:31

  આદરણીય મિત્રો તરફથી મળેલા સુઝાવો અને અભિપ્રાય ને આધારે સુધારેલી આવ્રુતી…

  કહાની જ્યાં અમે ખુદની જરા ચાલુ કરી, દોસ્તો,
  જહાંની વાત પોતાની જ લ્યો સામે પડી, દોસ્તો,

  જવું તો ક્યાં જવું? ને શું કહેવું કઈ રીતે કોને?
  ખુપાવી ને હલાવી પીઠમાં કોણે છરી, દોસ્તો ?

  હમેશા એકલો જીવ્યો, હજી પણ એકલો જીવીશ
  કરે રાખો ભલે લોકો હરઘડી ઠેકડી, દોસ્તો,

  ફરે રાખ્યો અજાણી શોધમાં વરસો – વરસ ત્યારે,
  પડી છેલ્લે ખબર કે છે મઝા રસ્તે ખરી દોસ્તો,

  તુટ્યા લાખ્ખો અને તુટ શેય, ઊભો એજ કારણથી,
  કહી હરરાત જાતી અવનવાં સપનાં પરી, દોસ્તો,

  મળી દીવાનગી બસ,એ જ છે ઉપકાર એના પર,
  ચલો જીવન સફળ “દીપ” કો’ક તો ઓળખ મળી, દોસ્તો,

  બસ આ રીતે સહકાર આપતા રહેશો તો મને છંદ શીખવામા ઘણી મદદ મળશે…

  આપનો આભારી,
  દીપક પરમાર

  જવાબ આપો

 10. Govind Maru
  જુલાઈ 01, 2009 @ 11:52:51

  ચલો જીવન સફળ થયું “દીપ”, કો’ક તો ઓળખ મળી, દોસ્તો…

  જવાબ આપો

 11. ડો.મહેશ રાવલ
  જુલાઈ 01, 2009 @ 18:41:23

  પ્રયત્ન કરીને છંદ સુધારી શકાય,સતત અને સખત મહેનતથી ધાર્યું પરિણામ ચોક્કસ મળે,મળે અને મળે જ.
  છંદ વિધાન લખીને તમે,લ ગા ગા પછીનાં ગા ને સાથે ભેળવી લખો. તો એક આખા છંદનું બંધારણ મળે દા.ત. લગાગાગા,લગાગાગા.લગાગાગા,લગાગાગા
  -વિચારી જોજો.
  તમે મૂકેલા છંદ પર મારી જ એક પંક્તિ,ઉદાહરણ રૂપે…..

  હવે ક્યાં કોઇ, કિસ્સો લાગણીનો યાદ રાખે છે
  હ્રદય જેવા હ્રદયમાં,કેટલો વિખવાદ રાખે છે.
  -ડૉ.મહેશ રાવલ

  જવાબ આપો

 12. sapana
  જુલાઈ 02, 2009 @ 03:48:37

  Very nice try. I liked the wordings. I am also learning Chamd.Please visit my site and give your valuable comments.
  Sapana

  જવાબ આપો

 13. Mukund Joshi
  જુલાઈ 02, 2009 @ 10:26:58

  અમે જ્યા જ્યા પણ કહાની અમારી શરું કરી, દોસ્તો,
  અવગળી, વાત પોતાનીજ લોકોએ ધરી, દોસ્તો,
  અને
  કહાની જ્યાં અમે ખુદની જરા ચાલુ કરી, દોસ્તો,
  જહાંની વાત પોતાની જ લ્યો સામે પડી, દોસ્તો,….માં અવગણના ની વધારાએલી વેદના ની કસક પહેલી બે પંક્તિઓંમાં છે એટલે એ વધુ ગમી.

  જવાબ આપો

 14. Kirtikant Purohit
  જુલાઈ 04, 2009 @ 13:59:54

  kavyatatva ane prayatna saro pan khoob vaancho ane abhyas karo to saru. pareenam saru j avshe.

  જવાબ આપો

 15. 'ISHQ'PALANPURI
  જુલાઈ 06, 2009 @ 12:51:52

  saras pryash ! keep it up & up

  જવાબ આપો

 16. kavi
  જુલાઈ 12, 2009 @ 15:50:21

  ફરે રાખ્યો અજાણી શોધમાં વરસો – વરસ ત્યારે,
  પડી છેલ્લે ખબર કે છે મઝા રસ્તે ખરી દોસ્તો,

  saro vichaar chhe

  જવાબ આપો

 17. divyesh vyas
  ફેબ્રુવારી 07, 2010 @ 13:37:46

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

  જવાબ આપો

 18. ડૉ.મહેશ રાવલ
  એપ્રિલ 28, 2010 @ 16:39:41

  તમારી, પહેલાની અને તમે જ મઠારીને ફરી પ્રસ્તુત કરી એ બન્ને રચનાઓને વારંવાર વાંચીને તમે પોતે જ નક્કી કરી શકશો, જે અમે બધાએ કૉમેન્ટ વિભાગમાં સૂચનો કર્યા છે એ .
  દરેક ટિપ્પણી પ્રસ્તુત થયેલ રચનાને કંઈક વધારે નિખાર કઈ રીતે આપી શકાય એ હેતુથી જ અનુભવના આધારે કરવામાં આવતી હોય છે અને આપણે એને નિખાલસતાથી સ્વીકારી વધુમાં વધુ અનુસરવાનો નમ્ર પ્રયત્ન કરવો જોઈએ, અંગતરીતે મારૂં એ માનવું રહ્યું છે.

  જવાબ આપો

 19. dipak solanki
  જૂન 30, 2011 @ 11:52:12

  tamaru maulik chintan khubaj sarash che tamari kalam maathi akha ni suvas ane (j sodhava ma aakhi jindagi gai hoi te hoi … …….rachna yaad aavigai)

  જવાબ આપો

  • deep
   જૂન 30, 2011 @ 12:59:51

   દિપકભાઈ,

   આપનો ખુબખુબ આભાર,

   હું નવો નિશાળીયો છું, મારી રચનાની સરખામળી “અખા” જેવા મહાન કવિ સાથે કરી એ મારા માટે ખુબજ મોટી વાત છે, પણ મારા મતે એ યોગ્ય પણ નથી..

   આભારી,
   દીપક પરમાર

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: