… તો બળવું પડશે

આજ કે કાલે બધાએ કરવું પડશે,
જાત સામે કો’ક દિવસ લડવું પડશે,

કૂદી ભવસાગર વચ્ચે ના ડર હવે તું!
આવડે ના આવડે પણ તરવું પડશે,

હા! સહારો હરઘડી કોઈ ન આપે,
એકલા હાથે બને કે નભવું પડશે,

ક્યાં પહોચ્યું કોઇ બસ ઊભા રહીને,
એ તરફ એકાદ પગલું ભરવું પડશે,

જીવતા ઊકેલ ક્યાં તારો મળ્યો છે,
ભેદ તારો ખોલવા શું મરવું પડશે ?

કેમ પસ્તાવો હવે આ બળતરાથી ?
“દીપ” થઈ પોતે ફરો તો બળવું પડશે,

છંદ વિધાન : ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા

દીપક પરમાર “દીપ” ( ૧૭/૪/૨૦૧૦ , રાતના ૯.૫૭ વાગે )

Advertisements

32 ટિપ્પણીઓ (+add yours?)

 1. Rajni Patel
  એપ્રિલ 18, 2010 @ 13:05:11

  Deep very nice Gazal….YOu should not take a break…really its one of the best what you have written earlier…Keep it UP..

  જવાબ આપો

 2. pragnaju
  એપ્રિલ 18, 2010 @ 13:22:08

  કૂદી ભવસાગર વચ્ચે ના ડર હવે તું!
  આવડે ના આવડે પણ તરવું પડશે,
  ડર લાગવા છતાં, કહેવું પડે છે કે આ સાંસ્કૃતિક શબ્દો મગજમાં ઘૂસી ગયા છે. પડ્યા પડ્યા અંદર સડે છે. પચતા નથી. એસીડિક થઈ જાય છે.ઐશ્વર્ય તેનો સ્વભાવ છે. આનંદ તેની નિયતિ છે
  જે અધ્યાત્મની સાધના કરે, તેમાં જેમ જેમ આગળ વધે, તેમ તેમ તેનામાં જો શાંતિ-આનંદ અને પ્રેમ વધતાં જાય, સંકુચિતતા ખરતી જાય, તો માનવું કે પોતે પ્રગતિ કરે છે. આ ત્રણેની સુગંધ જ સમગ્ર વ્યક્તિત્વમાં પ્રસરવા માંડશે. તેના સંપર્કમાં આવનારને પણ તે સુગંધનો સ્પર્શ થશે

  જવાબ આપો

 3. sandip
  એપ્રિલ 18, 2010 @ 13:24:23

  su vat che deep…
  mind blowing….

  જવાબ આપો

 4. viren
  એપ્રિલ 18, 2010 @ 15:00:21

  jabru yaar …..

  જવાબ આપો

 5. Suresh Jani
  એપ્રિલ 18, 2010 @ 16:16:26

  સરસ રચના

  પણ મને હવે છંદ કરતાં રચનાનો ભાવ વધારે અસર કરે છે.

  બળવુ પડશે .. એ એક અભિગમ

  બળે છે ત્યારે પથ્થરમાંથી કાચન બને છે – તે બીજો અભિગમ.

  આ લેખ ગમશે –

  કાળામાંથી સફેદ બનવા તપવું પડે છે. જેમ વધારે તપો તેમ કાળાશ ઓસરતી જાય અને રંગ ખુલવા માંડે. સફેદી પ્રગટતી જાય.

  આ પ્રક્રીયા માટે કોઈ આંતરીક શક્તી જરુરી છે. કોઈક સ્વીચ ચાલુ કરવી પડે છે.

  “થાકી ગયા તો કીનારો ન આવે,
  સતત ચાલવું જોઈએ એક જ દીશામાં.”
  આખો લેખ –
  http://gadyasoor.wordpress.com/2007/12/20/electric_stove/

  જવાબ આપો

 6. Kenny
  એપ્રિલ 18, 2010 @ 19:53:48

  Hey deep…bav j saras 6 tari a rachana ,….bav badha alankar nathi pan shabdo ek dam sachot 6 .

  જવાબ આપો

 7. jjkishor
  એપ્રિલ 19, 2010 @ 02:26:21

  એકેએક શેરમાં વજન છે. ભાવ–વિચારને સરસ શબ્દવિધાન સાંપડ્યું છે. દીપ શબ્દને સાર્થક રીતે પ્રયોજ્યો છે.

  ધન્યવાદ અને વધુ ને વધુ રચનાઓની અપેક્ષા સાથે…

  જવાબ આપો

 8. વિવેક ટેલર
  એપ્રિલ 19, 2010 @ 05:43:06

  સુંદર રચના…

  જવાબ આપો

 9. prachi
  એપ્રિલ 19, 2010 @ 09:08:56

  hey bahu j saras che.

  જવાબ આપો

 10. Bhakti
  એપ્રિલ 19, 2010 @ 09:43:25

  nice one… would be eagerly waiting for the gazal related to topic i told u before

  જવાબ આપો

 11. Mitixa Contractor
  એપ્રિલ 19, 2010 @ 10:47:04

  કૂદી ભવસાગર વચ્ચે ના ડર હવે તું!
  આવડે ના આવડે પણ તરવું પડશે,
  સરસ રચના.

  જવાબ આપો

 12. Alpesh
  એપ્રિલ 19, 2010 @ 11:42:05

  Cool dear.

  જવાબ આપો

 13. નટવર મહેતા
  એપ્રિલ 19, 2010 @ 12:25:23

  સુંદર રચના. આપના તરફથી વધુ સાહિત્ય સર્જનની અપેક્ષા વધી રહી છે.

  જવાબ આપો

 14. Devangi
  એપ્રિલ 20, 2010 @ 05:09:43

  hey nice thought, this one is like a inspiration to a person who feels themselves alone in this word….

  જવાબ આપો

 15. હેતલ પીઠડીયા
  એપ્રિલ 20, 2010 @ 10:29:30

  શ્રી દીપકજી
  નમસ્કાર !!!!!

  આપ ખરેખર ખુબ સરસ લખો છો.
  અમે એક “જીવન-ઉત્સવ” નામથી magazine પ્રકાશિત કરીએ છીએ.જે Monthly છે. જેમાં શબ્દ ની સરવાણી નામથી એક કોલમ આવે છે તેમાં અમે કેટલીક સ્વ-રચિત રચનાઓ ને સ્થાન આપીએ છીએ. જેમાં નીશીત જોશી, વિમલ અગ્રાવત અને બીજા ઘણા બધાં કવિઓ ની રચનાઓ પ્રકાશિત કરીએ છીએ. જો આપ ઈચ્છતા હો તો આપની કવિતા ને પણ સ્થાન આપવા માં આવશે.

  આપ આવી જ રીતે વધુ ને વધુ સારી રચનાઓ લોકો ને આપતા રહો
  એવી અપેક્ષા સહ………..

  હેતલ પીઠડીયા(રાજકોટ)
  h.pithadia@yahoo.co.in

  જવાબ આપો

 16. Amit Chhatbar
  એપ્રિલ 26, 2010 @ 08:19:02

  Wah Deepkaji….Jordar…

  જવાબ આપો

 17. Priyanka Raval
  એપ્રિલ 27, 2010 @ 12:27:12

  It is very meaningful poem.

  What is the way you write? … I mean .. Do you actually feel while you write or you generally take some incident as your inspiration?

  Because the meaning I took from your poem is very “Mahin”. No one can just write this without a special factor.

  Anyways, it is very touchy for me.

  જવાબ આપો

 18. Jayna Rathod
  એપ્રિલ 27, 2010 @ 12:28:03

  Hey,

  Nice lines……….

  જવાબ આપો

 19. ડૉ.મહેશ રાવલ
  એપ્રિલ 27, 2010 @ 17:24:42

  વાહ દીપકભાઈ,
  સુંદર અને સહજ અભિવ્યક્તિ.આખી રચના માણવા અને જાણવાની મજા આવી.
  http://www.drmahesh.rawal.us ની મુલાકાતે પધારવા આમંત્રણ.

  જવાબ આપો

 20. Pancham Shukla
  એપ્રિલ 28, 2010 @ 04:55:07

  ગઝલનો ભાવ સુંદર છે. શેરિયત સરસ જળવાઈ છે. વધુ ને વધુ આવી ઉમદા ગઝલો મળતી રહે….

  જવાબ આપો

 21. હેમંત પુણેકર
  એપ્રિલ 28, 2010 @ 06:07:44

  saras ghazal thai chhe. badhaa sher maa sheriyat aavi chhe. vadhu dhaar kaaDhataa rahejo!

  જવાબ આપો

 22. Pinki
  મે 02, 2010 @ 04:38:39

  saras… enjoyed !

  જવાબ આપો

 23. "માનવ"
  મે 10, 2010 @ 04:37:48

  ખરેખર દીપક… સરસ લખો છો..

  જવાબ આપો

 24. anand
  મે 18, 2010 @ 13:31:09

  tmri gajal gmi.mane gajalnu bndharan sikhavso?

  જવાબ આપો

 25. sapana
  જૂન 24, 2010 @ 11:20:16

  હા! સહારો હરઘડી કોઈ ન આપે,
  એકલા હાથે બને કે નભવું પડશે,
  કૂદી ભવસાગર વચ્ચે ના ડર હવે તું!
  આવડે ના આવડે પણ તરવું પડશે, બધાં શેર ટાંકવા જઈશ તો આખી ગઝલ ટાંકવી પડશે!!ખૂબ સરસ ગઝલ!મકતો તો જીતી ગયો!!આજે પ્રથમવાર આવી તમારા બ્લોગમાં હ્ર્દયસ્પર્શી રચનાઓ!!
  સપના

  જવાબ આપો

 26. કૃણાલ દવે
  જુલાઈ 07, 2010 @ 04:54:30

  કૂદી ભવસાગર વચ્ચે ના ડર હવે તું!
  આવડે ના આવડે પણ તરવું પડશે

  Highly motivational

  જવાબ આપો

 27. MADHAV DESAI
  જુલાઈ 07, 2010 @ 21:38:25

  hi great work

  do visit my blog http://www.madhav.in you will like it for sure. am a new bloger…

  your comments and suggestions are always welcome…

  જવાબ આપો

 28. Reading
  ઓગસ્ટ 01, 2010 @ 08:42:51

  Dipakbhai,
  That’s the Great Ghazal.
  આજ કે કાલે બધાએ કરવું પડશે,
  જાત સામે કો’ક દિવસ લડવું પડશે,

  કૂદી ભવસાગર વચ્ચે ના ડર હવે તું!
  આવડે ના આવડે પણ તરવું પડશે,

  this two pankti is meaningful for all”s life.
  thanks -Ghanshyam vaghasiya
  http://ghanshyam69.wordpress.com

  જવાબ આપો

 29. Rishit
  ઓગસ્ટ 03, 2010 @ 11:30:52

  Very nice!!!!

  જવાબ આપો

 30. DR. JAGDISH DHARWA
  માર્ચ 03, 2011 @ 04:54:07

  namaskar mitr,
  aapni rachnaa joi khub j gami yaar…. hu palanpur no chu dost.;.. guj gazal lakhvi e maro shaukh che.. tamari rachanao khub saari che … keep it up…. haal ma clinic par busy hou chu pan apno contact avasy karish hu… ok… 8000666949 par mane msg karjo tamaru naam lakhi ne…. time shortage che etle phn par vaat karish bhai… i want to talk with you… if you dont mind….. Parichit palanpuri… maaru takhkhlus che……

  dil thi dil ne have malavu padse
  chupavi smit ne ahi hasvu padse
  malyo che dost dildaar naseebe
  dost tane ek vaar malvu padse
  kismat bhle kare lachar mujne
  joje ek vaar ene pn kargarvu padse
  gazal lakhta pela vichri joje Deep
  ahi ek ek shbde radvu padse… Dr Dharwa waiting 4 ur reply
  9722442844
  do

  જવાબ આપો

 31. dipak solanki
  જૂન 28, 2011 @ 07:46:53

  good …. koi ne aagan vadhava mate tamarey lakhta rahewu padshe

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: