… તો બળવું પડશે

આજ કે કાલે બધાએ કરવું પડશે,
જાત સામે કો’ક દિવસ લડવું પડશે,

કૂદી ભવસાગર વચ્ચે ના ડર હવે તું!
આવડે ના આવડે પણ તરવું પડશે,

હા! સહારો હરઘડી કોઈ ન આપે,
એકલા હાથે બને કે નભવું પડશે,

ક્યાં પહોચ્યું કોઇ બસ ઊભા રહીને,
એ તરફ એકાદ પગલું ભરવું પડશે,

જીવતા ઊકેલ ક્યાં તારો મળ્યો છે,
ભેદ તારો ખોલવા શું મરવું પડશે ?

કેમ પસ્તાવો હવે આ બળતરાથી ?
“દીપ” થઈ પોતે ફરો તો બળવું પડશે,

છંદ વિધાન : ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા

દીપક પરમાર “દીપ” ( ૧૭/૪/૨૦૧૦ , રાતના ૯.૫૭ વાગે )

Advertisements

…દોસ્તો

અમે જ્યા જ્યા પણ કહાની અમારી શરું કરી, દોસ્તો,
અવગળી, વાત પોતાનીજ  લોકોએ  ધરી,  દોસ્તો,

હવે જવું તો વળી જવું ક્યાં? અને કહું તો વળી કહું શું હું?
ખુપાવી  ને  હલાવી  પીઠમાં  કોણે  છરી,  દોસ્તો ?

હંમેશા એકલો જીવ્યો છું ને જીવીશ આગળ પણ,
કરે  રાખે  ભલે  લોકો  હરઘડી  ઠેકડી,  દોસ્તો,

ફરે રાખ્યો અજાણી શોધમાં વરસો – વરસ  ત્યારે,
પડી ખબર મુંજને છેલ્લે, રસ્તોજ મજલ ખરી, દોસ્તો,

તુટ્યા લાખો અને તુંટશે પણ, ઉભો એજ કારણથી,
કહી જાય હરરાતે અવનવા સપના પરી, દોસ્તો,

બસ,  તુજ  પર  ઉપકાર  મળેલ  આ  દીવાનગીનો  એ,
ચલો જીવન સફળ થયું “દીપ”, કો’ક તો ઓળખ મળી, દોસ્તો,

છંદ વિધાનઃ લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા લ ગા ગા / ગા

– દીપક પરમાર ” દીપ” ( ૨૮/૦૬/૨૦૦૯ )

હવે તો છોડ મને…

હવે તો છોડ મને,
મને તું આઝાદ કર,

જો તો ખરા,
આ જંજીરો પણ કટાઈ ગઈ છે,
સાચુ કહું?…
હવે મારો દમ રુંધાય છે,
જેમ માતા નવ મહિના સુધી,
બાળકને ગર્ભમાં સાચવે,
એમ મે પણ તને,
વર્ષોથી…..સાચવ્યુજ છે ને?
હું તને હાથ જોડુ છું,
આ પ્રસવપીડા માથી મને મુક્ત કર…

જો તો ખરો,
આ ભવિષ્યનો સૂરજ,
કેવો પ્રકાશિત છે!
એના સોનેરી કિરણો,
જાણે બંને હાથ ફેલાવીને,
મને બોલાવી રહ્યા છે,
આ “દીપ” ને,
આ સૂરજમાં,
ભળી જવા દે…
ઓગળી જવા દે…

ઓ…………મારા લાડકવાયા – અતીત

હવે તો છોડ મને,
મને તું આઝાદ કર,

તારીખઃ ૬/૬/૨૦૦૯

– દીપક પરમાર (”દીપ”)

નામ “દીપ” અમથુંજ રાખ્યું છે.

ખેલે છે ખેલ હરપળ દોસ્તો જીંદગી,
જીવન ને એટલે મે રમતુંજ રાખ્યુ છે,

તો શું? ભલેને મને લોકો જોકર ગણે,
 હર દુઃખ મા મોઢું મે તો હસતુંજ રાખ્યું છે,

તે મારી આગળ ખુલાસાજ કર્યા છત્તા,
માથું ઉત્તરમાં અમે તો નમતુંજ રાખ્યું છે,

આ એકલતાનું ઘાસ ઉગે ના એટલે,
ઢોર ઉંમીદનું અમે તો ચરતુંજ રાખ્યું છે,

મજિંલ સુધી આ વિશ્વાસજ મુંજને લઈ ગયો,
પાડ્યું અમે નામ “દીપ” એ તો અમથુંજ રાખ્યું છે.

તારીખઃ ૨૬/૦૪/૨૦૦૯

 
– દીપક પરમાર (”દીપ”)

પહેલી તારીખ

પહેલી તારીખ

પહેલી તારીખ,
પગાર નો દિવસ,
સવારથી,
હૂં ખુબજ,
ખુશ છું,
અને,
ખુશ કેમ ના હોઉં?
મને ખબર છે,
આજે તો,
ઘરેથી ફોન આવશે જ….

તારીખઃ ૦૧/૦૧/૨૦૦૯
– દીપક પરમાર (”દીપ”)

તારા ગયા પછી, ખરેલા બે આંસુ

ચાર ૨સ્તા

કોઇ,
એકાદ,
રસ્તા ઉપર,
છોડીને ગઇ હોત!,
તોય ઘણું,
પણ,
હવે હું,
કયાં જાઉં,
આ,
ચાર રસ્તા વચ્ચેથી ?

તારીખઃ ૨૨/૦૧/૨૦૦૯

*********************************************************************

આકાશ-ધરતી

વાત તો સાવ,
સાચી તારી,
તું- આકાશ,
હું-ધરતી,
પણ અલી,
જરા દુર,
નજરતો કરી હોત!,
આકાશ-ધરતી નું પણ,
મિલન થાયજ છે ને….

તારીખઃ ૨૨/૦૨/૨૦૦૯

દીપક પરમાર (”દીપ”)

“અલે લે… આ છું છે?”

અમદાવાદ,
તારીખ ૨૬/૭/૨૦૦૮,
સમય સાંજના ૬.૪૬,
એક નાનુ બાળક,
રડી રહયું હતુ,
એક લાશ આગળ,
આજુ-બાજુની જમીન,
લોહિથી લાલ હતી,
ચીસો,ધક્કા-મુક્કી અને શોરબકોરથી,
ભરેલા વાતાવરણમાં,
આ બાળકનો અવાજ,
કોણ સાંભણે ?
ખૌફ અને મૌતનો નાગો નાચ,
લોકોની આંખોમાં હતો,
પણ! આ શુ?
રડીને લાલ થયેલી,
બાળકની આંખો જાણે,
કાલી-કાલી બોલીમાં,
પુછી રહી હતી,
“અલે લે… આ છું છે?”
હું બાળકને કહીના શક્યો,
કે બેટા! આ “જેહાદ” છે…

દીપક પરમાર (”દીપ”)

તારીખઃ 27/7/2008

Previous Older Entries Next Newer Entries