પર્વતની ટોચ

આખરે પહોચ્યો ખરા!!!
… પણ એ માટે,

સંબધોના વ્રુક્ષોને
મૂળીયા સહિત ઉખેડી નાખ્યા,

લાગણીની વેલોને
તોડી નાખી,

દોસ્તીની ઝાળ
ઝૂંટી નાખી,

જવાબદારીઓના પથ્થરોને
ભાંગીને ભુક્કા કરી નાખ્યા,

મારગમા જે આવ્યુ
માટીનુ ઢેફુ સમજી
ખુરદો બોલાવી દીધો,

અરે….

ઇચ્છાઓના પતંગિયાઓને
તો ઉડવાજ નથી દીધા,

આખરે પહોચ્યો
પર્વતની ટોચ ઉપર,

પણ મને મળી ફક્ત
દૂર-દૂર સુધી ફેલાયેલી
ને અદંરથી કોરી ખાતી શાંતિ…

-દીપક પરમાર ( ૧૯/૬/૨૦૧૧, સવારના ૧૧.૦૯ વાગે )

14 ટિપ્પણીઓ (+add yours?)

  1. Shailesh Parmar
    જૂન 20, 2011 @ 04:56:03

    great man………
    good yaar keep it up……….

    જવાબ આપો

  2. Bhakti
    જૂન 20, 2011 @ 06:01:12

    very nice said especially i like the last 3 lines ….. keep it up !!!!!!!!!!!!

    જવાબ આપો

  3. Suresh Jani
    જૂન 20, 2011 @ 13:43:15

    જો તમે સાચા પર્વત પર ચઢ્યા હશો તો, ભીડ અને કોલાહલમાં રહ્યા રહ્યા પણ શાંતિ અનુભવશો.
    આ વાંચવા ભલામણ …

    ગદ્યસૂર – નવું નામ, નવું રૂપ

    જવાબ આપો

    • deep
      જૂન 21, 2011 @ 11:48:38

      દાદા,

      આપની વાત સાથે સહમત છું.

      પણ, દુનિયા અલગ-અલગ લોકોથી ભરેલી છે, લોકોને અવનવા અનુભવો થાય એમા પણ નવાઈ નથી..

      કોઇને સાચો પર્વત મળે પણ ખરા, અને કોઇને પાછળથી ખબર પડે કે જે પર્વત ઉપર એ પહોચ્યો છે એ હકીકતમાં સાચો નથી..

      આ કવિતા એવા વ્યક્તિના સંધ્રભમા છે જે પોતાના પર્વતથી ખુશ નથી. 🙂

      જવાબ આપો

  4. Indravadan Damor
    જૂન 21, 2011 @ 09:29:26

    પણ મને મળી ફક્ત
    દૂર-દૂર સુધી ફેલાયેલી
    ને અદંરથી કોરી ખાતી શાંતિ…

    Gre8 Deep…

    જવાબ આપો

  5. dipak solanki
    જૂન 28, 2011 @ 07:26:54

    Khare khar shanti anddarthi kori khay che yaar.
    sharas che tamari kalpana oni undai

    જવાબ આપો

  6. No need name
    જુલાઈ 07, 2011 @ 12:21:43

    Sari chhe…

    Pan haji kai k missing chhe…

    SAru chhe ne tya eklta ma shanti to male chhe,pan ahi to bhid ma rahi ne pan eklta no anubhav thay chhe,,,

    aa sadrabh ma joie to aa kavita ni shanti hajaro gani sari hase….

    જવાબ આપો

  7. વિવેક ટેલર
    સપ્ટેમ્બર 12, 2011 @ 06:28:51

    સુંદર !!

    જવાબ આપો

  8. kalyaani vyas
    સપ્ટેમ્બર 12, 2011 @ 10:48:33

    પણ મને મળી ફક્ત
    દૂર-દૂર સુધી ફેલાયેલી
    ને અદંરથી કોરી ખાતી શાંતિ…

    ખુબ સરસ.

    જવાબ આપો

Leave a comment